Posts

Showing posts from April, 2024

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Image
Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ.

   આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ.             આઝાદીના જંગનો આદિવાસી રંગ                  ભારતીય સ્વતંત્રતા આંદોલન વિશ્વના આઝાદીના ઈતિહાસોમાં અજોડ સ્થાન ધરાવે છે .આપણો આઝાદીનો જંગ ૧૮૫૭ થી શરુ થયો અને ૧૯૪૭મા સંપન્ન થયો .ભારતીય સ્વતંત્રતા આંદોલનની આ ૯૦ વર્ષની યાત્રા વિવિધરંગી રહી છે .સત્તાવનના સંગ્રામકારીઓ કરો ય મરોની ભાવનાથી અંગ્રેજો સામે ઝઝૂમ્યા હતા તો  થોભો અને રાહ જુઓની નીતિવાળો  મવાળવાદ ,વિચારોમાં ઉગ્રતા લાવવાના ખ્યાલવાળો જહાલવાદ અને યે શિર જાવે તો જાવે પર આઝાદી ઘર આવેની ગતિવિધિઓવાળી  ક્રાંતિકારી વિચારધારા પણ ભારતીય આઝાદીપ્રાપ્તિના મહત્વપૂર્ણ મુકામો રહ્યા છે .               ભારતીય સ્વતંત્રતા સંગ્રામ એ ભારતીય જનતાની સહિયારી અસ્ક્યામત છે .તેમાં કોઈ એક વર્ગ વિશેષ કે માત્ર નગરો - શહેરો પોતાનો હક દાવો કરી શકે તેમ નથી .શહેરો થી લઇ ગામડાઓ અને ભદ્ર વર્ગોથી લઇ દલિત - પીડિતોએ રાષ્ટ્રની આઝાદી કાજે પોતાની યથાશક્તિ આ...

Navsari news: અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયાની ટીમ દ્વારા ટ્રોપિકલ કંપનીના કર્મચારીઓને મતદાન અંગે જાગૃતિ માટે પોસ્ટર પ્રદર્શન યોજાયું.

Image
          Navsari news: અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયાની ટીમ દ્વારા ટ્રોપિકલ કંપનીના કર્મચારીઓને મતદાન અંગે જાગૃતિ માટે પોસ્ટર પ્રદર્શન યોજાયું. આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયાની ટીમ દ્વારા ટ્રોપિકલ કંપનીના કર્મચારીઓને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા તેમજ પોસ્ટર પ્રદર્શન કરીને મતદાન જાગૃતિની શપથ લઇ મતદાતાઓને મતદાન માટે કટિબદ્ધ કરવામાં આવ્યા. #Election2024   #ElectionAwareness   #IVote4Sure   pic.twitter.com/Y0Obn7zFWv — Collector & DM Navsari (@CollectorNav)  April 12, 2024

Navsari news: નવસારીનાં જલાલપોર તાલુકાના સીમલક ગામે રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મતદાન કરવા સમજૂત કરવામાં આવ્યા.

Image
          રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે-સીમલક, તા.જલાલપોર ખાતેના મતદારોને 7 મે 2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાગીદાર બની મતદાન કરવા માટે સમજુત કરવામાં આવ્યા #Election2024   #ElectionAwareness   #VotingRights   #ChunavKaParv   #DeshKaGarv   @ECISVEEP   @CEOGujarat   pic.twitter.com/BzX88Vo4Uy — Collector & DM Navsari (@CollectorNav)  April 11, 2024   Navsari news: નવસારીનાં જલાલપોર તાલુકાના સીમલક ગામે રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મતદાન કરવા સમજૂત કરવામાં આવ્યા. રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે-સીમલક, તા.જલાલપોર ખાતેના મતદારોને 7 મે 2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાગીદાર બની મતદાન  કરવા માટે સમજુત કરવામાં આવ્યા. 

Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ.

Image
                         Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ. આગામી લો.સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024   #ElectionAwareness   #VotingRights   pic.twitter.com/LWXu7X7msX — Collector & DM Navsari (@CollectorNav)  April 11, 2024

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
              Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળા પરિવારની એકબીજા સાથેની આત્મીયતા દર્શાવે છે. પ્રથમ ધોરણ -૮ નાં વર્ગ શિક્ષક શ્રીમતી પ્રિયંકા દેસાઈએ તમામ બાળકો ભવિષ્યમાં ભણીગણીને આગળ વધે તેવા પ્રોત્સાહક પ્રવચન કર્યું હતું. જ્યારે વૈશાલીબેન પટેલ ભાવુક થઈ ગળગળા અવાજે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.  શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલે પણ બાળકોના ઉજ્જવળ કારકિર...